મેઘા…. Online પ્રેમ

નમસ્કાર મિત્રો

આ એક online પ્રેમ ની વાર્તા છે એક રાધા અને રાજ ની .રાજ એક એન્જિનિયર છે તે જોબ કરતો હતો. એક દિવસ તેના મિત્ર તેને સેહવાગ ના ન્યૂઝ ની વાત કરતો હતો.રાજ પૂછ્યું કે આ ન્યૂઝ ક્યાં જોઈ તે? તેના મિત્ર બોલ્યો કે ટ્વિટર પર ટ્વિટ આવી તો ત્યાં થી મેં ન્યૂઝ જોઈ.રાજ ના મિત્ર પૂછ્યું કે તું ટ્વિટર નથી વાપરતો ? રાજે જવાબ ના માં આપી .આ વાત ને 7 દિવસ પછી રજા ના દિવસ રાજ ને ટ્વિટર ડાઉનલોઉડ કર્યું અને પોતાનું account set કર્યું..અને અહીં ધીરે ધીરે તેની પ્રેમ કહાની ચાલુ થાય.
(ભાગ ૧)

સાચો પ્રેમ 

પ્રેમમાં કોઈ દહાડો ય આખી જીંદગીમાં છોકરાનો દોષ ના દેખાય, બૈરીનો દોષ ના દેખાય, એનું નામ પ્રેમ કહેવાય.  પ્રેમમાં દોષ દેખાય જ નહીં એને અને આ તો લોકોને કેટલા દોષ દેખાય? ‘તું આવી ને તું આવો !” પ્રેમનો એક વાળ જગતે જોયો નથી. આ તો આસક્તિ છે.

વધે નહીં, ઘટે નહીં તે સાચો પ્રેમ. સાચો પ્રેમ ઘાટ વગરનો હોય. સાચા પ્રેમમાં અપેક્ષા ના હોય. પ્રેમમાં સ્વાર્થ ક્યારેય ના હોય.

વ્યવહારમાય બાળકો, નોકરો કે કોઈ પણ પ્રેમથી જ વશ થઈ શકે, બીજા બધા હથિયાર નકામા નીવડે અંતે તો !

એક છોડવો ઉછેરવો હોયને, તો ય તમે પ્રેમથી ઉછેરો, તો બહુ સારો ઉછરે. પણ એમ ને એમ પાણી રેડોને બૂમાબૂમ કરો, તો કશું ના થાય. એક છોડવો ઉછેરવો હોય તો ! તમે કહો કે ‘ઓહોહો, સરસ થયો છોડવો’. તે એને સારું લાગે છે! એ ય સરસ ફૂલાં આપે મોટાં મોટાં ! તો આ પછી મનુષ્યોને તો કેટલી બધી અસર થતી હશે ?

જગતે જોયો નથી, સુણ્યો નથી, શ્રદ્ધયોનથી, અનુભવ્યો નથી, એવો પરમાત્મ પ્રેમ પ્રત્યક્ષમાં પામવો હોય તો પ્રેમ સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાનીને જ સેવવા.